દેશના બહુચર્ચિત INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને અંતે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. EDની ચાલી રહેલી કસ્ટડીમાંથી ચિદમ્બરમને શરતી જામીન અપાયા છે. પી ચિદમ્બરમ 107 દિવસ બાદ જેલની બહાર આવશે.INX મીડિયા કેસમાં ફસાયેલાં પી ચિદમ્બરમને અંતે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. 107 દિવસ સુધી EDના કેસમાં જેલવાસ ભોગવ્યા બાદ હવે જેલ બહાર આવશે. જો કે સુપ્રીમે શરતી જામીન મંજુર કર્યા છે.
સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમના વકીલને કહ્યું છે કે પી ચિદમ્બરમ મીડિયા સામે નિવેદનો આપી નહીં શકે, ઉપરાંત કોઈ ઈન્ટરવ્યુ પણ આપી નહીં શકે. સપ્રીમે 2 લાખ રૂપિયાના બોન્ડ પર પી ચિદમ્બરમને જામીન મુક્ત કર્યા છે.
સુપ્રીમ કોર્ટે INX મીડિયા કેસમાં પી. ચિદમ્બરમના જામીન મંજૂર કરતાંની સાથે કેટલી શરત પણ લગાવી છે. જેમાં કોર્ટે આદેશ કર્યો છે કે પી. ચિદમ્બરમ કોર્ટની મંજૂરી વગર પ્રવાસ કરી શકશે નહીં. આ સાથે કોર્ટે ચિદમ્બરમને જણાવ્યું છે કે તેઓ આ કેસ સાથે જોડાયેલા કોઇપણ સાક્ષીનો સંપર્ક કરી શકશે નહીં.