લોકડાઉનમાં દેશભરના થિયેટર બંધ છે. તેને કારણે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ્સ રિલીઝ કરવામાં આવી રહી છે. થિયેટર રિલીઝ પહેલાં થનાર રિલીઝની જેમ જ ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર પણ ફિલ્મ્સની ડિજિટલ સ્ક્રીનિંગ થઇ રહી છે. 29 મેના રોજ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થનાર તમિળ ફિલ્મ પોનમકલ વંધાલ પહેલી ભારતીય ફિલ્મ છે જેનું સ્ટાર સ્ક્રીનિંગ થિયેટરમાં નહીં પણ ડિજિટલ પ્લેટફોર્મ પર થયું.
ફિલ્મમાં વકીલનો લીડ રોલ પ્લે કરનાર એક્ટ્રેસ જ્યોતિકાનું કહેવું હતું કે, અમે ઉત્સાહિત છીએ કે પોનમકલ વંધાલ 29 મે 2020ના ડિરેક્ટ ટુ સ્ટ્રીમ પર લોન્ચ થનાર પહેલી તમિળ ફિલ્મ છે. દરેક એક્ટર ચેલેંજિંગ કેરેક્ટરની શોધમાં હોય છે જે તેમની એક્ટિંગને વધુ સફળતા પર પહોંચાડે અને આ ફિલ્મમાં મારુ સૌથી બેસ્ટ પરફોર્મન્સ છે. મને ખુશી છે કે મેં એક એવી ફિલ્મમાં કામ કર્યું છે જે એક સ્ટ્રોંગ મહિલાના કેરેક્ટરને છતી કરે છે અને ન્યાય મેળવવા એક લાંબી સફર ખેડે છે.