પ્રતિક ગાંધી-પત્રલેખા સ્ટારર ‘ફુલે’નો ફર્સ્ટ લૂક આઉટ…

0
247

વેબ સિરીઝ ‘સ્કેમ 1992’થી જ અભિનેતા પ્રતીક ગાંધી (Pratik Gandhi)એ સૌનું દિલ જીતી લીધું હતું. આ સફળતા બાદ તેઓ હવે મહાત્મા જ્યોતિબા ફૂલેની બાયોપિક ‘ફૂલે’માં જોવા મળવાનો છે. આ ફિલ્મમાંથી પ્રતિક ગાંધીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનંત મહાદેવન દ્વારા કરવામાં આવ્યું છે. પ્રતીક ગાંધી અને પત્રલેખા સ્ટારર આ ફિલ્મને લઈને પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો આ ફિલ્મના શૂટિંગની વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું શૂટિંગ હમણાં જ પૂરું થયું છે. હવે આ ફિલ્મ ક્યારે રીલિઝ થાય તેની સૌ રાહ જોઈ રહ્યા છે. આજે જ્યારે પ્રતિક ગાંધી અને પત્રલેખા સ્ટારર આ ફિલ્મમાંથી ફર્સ્ટ લૂક શેર કરવામાં આવ્યો છે ત્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર સુનિલ જૈને પોતાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “હું આ ફિલ્મ ‘ફૂલે’નો એક હિસ્સો હોવાથી ગર્વ અનુભવું છું. જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેએ જે મહાન કાર્ય કર્યું છે તે આજે પણ એટલું જ જરૂરી છે. માટે તેમની કથાને લોકો સુધી લાવતા હું આનંદ અનુભવું છું. આ એક એવો પ્રોજેક્ટ છે જે મને અપાર ગર્વ અને આનંદથી ભરી દે છે.”