પ્રતીક ગાંધીની ‘વ્હાલમ જાઓ ને’નું ડિજિટલ પ્રીમિયર

0
277

પ્રતીક ગાંધીની ‘વ્હાલમ જાઓ ને’ હવે જિયો સિનેમા પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ૨૧ મેએ સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ હતી, પરંતુ હવે એનું ડિજિટલ પ્રીમિયર થઈ રહ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે દીક્ષા જોષી, ટિકુ તલસાણિયા, સંજય ગોરડિયા, કેવિન દવે, જયેશ મોરે, કિંજલ પંડ્યા, પ્રતાપ સતદેવ જેવા ઘણા ઍક્ટરે કામ કર્યું છે. આ ફિલ્મમાં પ્રતીકે મ્યુઝિક ડિરેક્ટર સુમિત ગાંધીનું પાત્ર ભજવ્યું છે જે રીનાના એટલે કે દીક્ષા જોષીના પ્રેમમાં પડે છે. રીના આ ફિલ્મમાં રણવીર સિંહની ફૅશન સ્ટાઇલિસ્ટ બનવા માગતી હોય છે. આ ફિલ્મને જિયો સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી અને હવે એનું પ્રીમિયર જિયો સિનેમા પર કરવામાં આવશે. આ વિશે પ્રતીકે કહ્યું કે ‘મારો સુમિત માટે જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મારો પહેલો વિચાર હતો કે આ તો ઇન્ટેન્સ રોલ નથી. મારા માટે આ એક રિફ્રેશિંગ ચેન્જ હતો. ‘વ્હાલમ જાઓ ને’ની સ્ટોરી અને એ પણ મારી મમ્મીની માતૃભાષામાં હોવાથી મેં તરત જ એ માટે હા પાડી હતી. આ એક યુઝ્અલ રોમકૉમ નહોતી. એમાં જે ટ‍્વિસ્ટ અને ટર્ન છે એ ફિલ્મને એકદમ યુનિક બનાવે છે. શૂટિંગ વખતે પણ અમે ખૂબ જ મજા કરી હતી. થિયેટર્સમાં રિલીઝ થઈ હતી ત્યારે દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. હવે જિયો સિનેમા પરના ડિજિટલ પ્રીમિયરને લઈને પણ હું ઉત્સાહી છું. મને ખાતરી છે કે દર્શકો તેમના ઘરની હોમ સ્ક્રીન પર ફિલ્મને એન્જૉય કરશે.’