અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને હજુ છ મહિના પણ થયા નથી. આ દરમિયાન પ્રથમ વરસાદમાં જ રામમંદિરની છત પરથી પાણી ટપકવા માંડ્યું છે. રામમંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પાણી ટપકવાની બાબતની પુષ્ટિ કરી છે. આ વર્ષે 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. હજુ પણ રામમંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. એવામાં પહેલીવાર રામમંદિરની છત પરથી પાણી ટપકવા માંડ્યું અને બહાર પરિસરમાં પાણી ભરાઈ ગયું છે.
આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના નેતૃત્વના કક્ષ બનાવવામાં આવી રહ્યા છે, જ્યાં અન્ય મૂર્તિઓ સ્થાપિત કરાશે. મૂર્તિઓની સ્થાપના 2025 સુધી થઈ જશે. જે મંદિર બની ગયું છે, અને જ્યાં રામલલા બિરાજનમાન છે, ત્યાં પ્રથમ વરસાદમાં પાણી ટકવા માંડ્યું છે. મંદિરની અંદર વરસાદનું પાણી ભરાઇ ગયું હતું. રામમંદિર નિર્માણ ટ્રસ્ટે એ બાબત પર ધ્યાન આપવું જોઈએ કે બનેલા મંદિરમાંથી પાણી કેમ ટપકી રહ્યું છે.આ દરમિયાન અયોધ્યામાં થયેલા નિર્માણ કાર્યોની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે