દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 5100થી વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 149 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 400 લોકો મુક્ત થઈ ગયા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરી હતી.
આ મીટિંગમાં પ્રધાનમંત્રીએ લોકડાઉન વધારવાના સંકેત આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, તેમની પાસે જેટલી સૂચના અને જરૂરી માહિતી આવી રહી છે તેના પરથી લોકડાઉન વધારવું જોઈએ તેમ લાગે છે. પીએમની બેઠકમાં કોંગ્રેસ સહિત લગભગ તમામ વિપક્ષોએ ભાગ લીધો હતો.