પ્રધાનમંત્રીના આગમનને પગલે પાટનગરના વિવિધ માર્ગો પ્રતિબંધિત

0
195

ગુજરાતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને પગલે ગાંધીનગરના વિવિધ માર્ગો તા. ૧૧ એ ૧૨મી જાન્યુઆરીના રોજ પ્રતિબંધિત જાહેર કરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીના આગમનને લઈ સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પ્રવેશ પ્રતિબંધ અને નો પાર્કીંગ ઝોનનું કડક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ ૧૧ જાન્યુઆરીએ બપોરે ૨ વાગ્યથી ૧૨ જાન્યુઆરી સવારે ૧૦ વાગ્યા સુધી ચ-૦ સર્કલથી સે. ૩૦ સર્કલ સુધીનો જ-રોડ સંપૂર્ણ બંધ રહેશે. ૧૨ જાન્યુઆરી સવારે ૬ થી સાંજે ૪ ક્લાક સુધી ક— રોડ હોટલ લીલાથી સે. ૧૩ રેલ્વે સ્ટેશન ચોકડી સુધીનો માર્ગ બંધ રહેશે. ૧૨ જાન્યુઆરી સવારે ૬ થી સાંજે ૪ કલાક સુધી ખ-૩ સર્કલથી સાઈ ચાર રસ્તા મહાત્મા મંદિર સ-ધીનો મુખ્ય માર્ગ પ્રતિબંધિત રહેશે.

જ્યારે ૧૧ જાન્યુઆરી બપોરે ૨ વાગ્યાથી ૧૨ જાન્યુઆરી સાંજે ૪ વાગ્યા સુધી અપોલો સર્કલ, કોબા સર્કલ અને ચ-૦ થી સે.૩૦ સુધી ભારે વાહનો પ્રવેશી શકશે નહિ. વૈકલ્પિક માર્ગોતરીકેચ-રોડ, રોડ નં. ૭, વાવોલ ગામ અને ઉવારસદના માર્ગનો ઉપયોગ કરી શકાશે. જો કે રેલ્વેના મુસાફરોને જરૂરી પુરાવા રજૂ કરવાથી પ્રતિબંધમાંથી મુક્તિ અપાશે.