પ્રાઇમ વીડિયોએ ક્રાઇમ ડ્રામા સીરિઝ દહાડનું રસપ્રદ ટ્રેલર કર્યું લોંચ

0
306

ભારતનું સૌથી લોકપ્રિય મનોરંજન માધ્યમ પ્રાઇમ વીડિયોએ આજે આગામી ક્રાઇમ-ડ્રામા સીરિઝ દહાડના ટ્રેલરને લોંચ કર્યું હતું. આ સીરિઝ રીમા કાગ્તી અને ઝોયા અખ્તરએ બનાવી છે તથા તેનું નિર્દેશન કાગ્તીએ રુચિકા ઓબેરોય સાથે કર્યું છે. એક્સલ મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ અને ટાઇગર બેબી દ્વારા નિર્મિત, એક્ઝિક્યુટિવ નિર્માતાઓ તરીકે રિતેશ સિધવાની, ફરહાન અખ્તર, રીમા કાગ્તી અને ઝોયા અખ્તર ધરાવતા દહાડમાં સોનાક્ષી સિંહા, વિજય વર્મા, ગુલશન દેવૈયા, અને સોહમ શાહ મુખ્ય ભૂમિકાઓમાં છે. 240+ દેશો અને વિસ્તારોમાં પ્રાઇમ મેમ્બર્સ 12 મેથી શરૂ થતી આ સીરિઝ જોઈ શકશે. દહાડ પ્રાઇમ મેમ્બરશિપમાં લેટેસ્ટ ઉમેરો છે. ભારતમાં પ્રાઇમ સભ્યો બચત, સુવિધા અને મનોરંજન આ તમામ વર્ષે ફક્ત ₹1499માં સિંગલ મેમ્બરશિપમાં મળે છે.

દહાડનું રસપ્રદ ટ્રેલર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ચિંતાજનક વાતાવરણમાં શરૂ થાય છે, જ્યાં અંજલિ ભાટીના પાત્રમાં સોનાક્ષી સિંહા અને તેના સાથીદારો ખુલ્લેઆમ ફરતા અને નિર્દોષ લાગતા સીરિયર કિલરની શોધમાં છે. શ્રેણીબદ્ધ રહસ્યના સેટ શરૂ થયેલી કામગીરી ઝડપથી સીરિયર કિલરને પકડવાની શોધ બની જાય છે, કારણ કે તેઓ સમયની સામે દોટ મૂકે છે, અન્ય એક મહિલા તેનું જીવન ગુમાવે એ અગાઉ બધા કોયડા ઉકલે છે.

પ્રાઇમ વીડિયોના ઇન્ડિયા ઓરિજિનલ્સના હેડ અપર્ણા પુરોહિતે કહ્યું હતું કે, “દહાડ રસપ્રદ વિષય અને જકડી રાખે એવા પાત્રો ધરાવે છે. આ પાત્રોનું લેખન ઘણું સારી રીતે થયું છે અને કલાકારોએ આ પાત્રો જીવંત કરી દીધા છે. કલાકાર દ્વારા અસાધારણ અભિનય શોમાં તણાવ અને ગતિશીલતા પેદા કરે છે, જેથી અમારા દર્શકો અંત સુધી જકડાયેલા રહેશે એની ખાતરી છે. આ એક્સલ અને ટાઇગર બેબીની ટીમ સાથે અમારા જોડાણને વધારતું એક વધુ પ્રકરણ હોવાથી અમે રોમાંચિત છીએ.”