પ્રિયંકા ગાંધીનો યુપી પોલીસ પર આરોપ, ‘મારું ગળું પકડવામાં આવ્યું’

0
1129

કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની પોલીસ પર આરોપ લગાવ્યો છે કે લખનૌમાં તેઓ જ્યારે પૂર્વ આઈપીએસ અધિકારી એસ. આર. દારાપુરી અને કૉંગ્રેસ કાર્યકર સદફ જાફરને મળવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. દારાપુરી અને સદફની નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કરાયેલા પ્રદર્શનો દરમિયાન ધરપકડ કરવામાં આવી છે.પત્રકારો સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું, “મને ઘેરવામાં આવી, મારું ગળું પકડવામાં આવ્યું અને મને રોકવામાં આવી.” “મને પકડીને ધકેલવામાં આવી. એ બાદ હું પડી ગઈ. એ બાદ હું એક કાર્યકરના સ્કૂટર પર બેસીને નીકળી ગઈ. મને મહિલા પોલીસ અધિકારીએ રોકી હતી.” તેમણે કહ્યું હતું કે તેઓ નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં થયેલાં હિંસક પ્રદર્શનો દરમિયાન ધરપકડ કરાયેલા સેવાનિવૃત્ત આઈપીએસ એસ. આર. દારાપુરીના પરિવારજનોને મળવા માટે જઈ રહ્યાં હતાં. એ દરમિયાન લખનૌના લોહિયા ચોક પર તેમને અટકાવવામાં આવ્યાં હતાં. ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here