વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્લાસ્ટીક મુક્ત દેશના આ અભિયાનને દેશે ઝીલી લીધી છે. ગુજરાતને પ્લાસ્ટીક મુક્ત કરવાની શરુઆત સચિવાલયથી કરવામાં આવી છે. સરકારી ઓફિસોમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ રાખવાનો સ્વૈસ્છિક નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ઘણી બધી નાની નાની વસ્તુંઓમાં વપરાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન ટાઇમ યુઝ પ્લાસ્ટિક નહી વાપરવા દેશવાસીઓને આહવાન કહ્યું છે. સમગ્ર દેશવાસીઓ પીએમની આ પહેલમાં જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલમાં આખો દેશ જોડાયો છે. ગુજરાત સરકારે આ દિશામાં એક સરાહનીય કામ કર્યું છે. સચિવાલય અને સરકારી ઓફિસોએ સ્વૈસ્છિક રીતે પ્લાસ્ટીકથી દુર રહેવા તરફ ડગ માંડ્યા છે.