ફાઈટર’માં દીપિકા પાદુકોણ સ્કવોડ્રન લીડર ની ભૂમિકા માં ….

0
214

વિક્રમ વેધા બાદ રિતિક રોશનની ફિલ્મ ફાઈટર આવી રહી છે. રિતિક સાથે લીડ રોલમાં દીપિકા પાદુકોણનો એક્શન અવતાર છે. તાજેતરમાં ‘ફાઈટર’ માટે રિતિકનો ફર્સ્ટ લૂક શેર થયો હતો. હવે દીપિકાની પહેલી ઝલક શેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠૌરના રોલમાં જોવા મળે છે. મીનલને કોલ સાઈન મિન્નીના નામથી પણ ઓળખવામાં આવે છે. એર ડ્રેગન્સ યુનિટમાં એક સ્કવોડ્રન પાઈલટ તરીકે દીપિકાના રોલમાં સાહિસકતા અને લડાયક મિજાજ જોવા મળે છે.

હેલિકોપ્ટર પાઈલટ તરીકે દીપિકાને પહેલું મિશન સોંપવામાં આવ્યું છે. ફિલ્મમાં દીપિકાએ ફાઈટર મીનલના દૃઢ સંકલ્પ અને મજબૂત ઈરાદાનું પ્રતિનિધિત્વ કર્યું છે. ફાઈટરનું ડાયરેક્શન ‘પઠાણ’ ફેમ સિદ્ધાર્થ આનંદે કર્યું છે. આ ફિલ્મ 75મા પ્રજાસત્તાક દિનના એક દિવસ અગાઉ એટલે કે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. રિતિકની જેમ દીપિકાએ પણ આ ફિલ્મમાં દેશભક્તિથી તરબરત વીર સૈનિકનો રોલ કર્યો છે. બોલિવૂડમાં એક્શન ક્વીન તરીકે દીપિકાની ઓળખ ઊભી થઈ રહી છે. ગ્લેમરસ ડાન્સ સીક્વન્સથી માંડીને ખતરનાક એક્શન સીનને દીપિકા સહજતાથી પાર પાડી શકે છે. હોલિવૂડની જેમ બોલિવૂડ હીરોઈનનો એક્શન અંદાજ ઓડિયન્સને પસંદ આવી રહ્યો છે.