ફાઈટર પ્લેન તેજસ દ્વારા પીએમની ઉડાન, કહ્યું, “ગર્વ છે કે…”

0
291

ફાઈટર પ્લેન તેજસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉડાન ભરી. તેજસ સ્વદેશી લાઈટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ પ્લેન છે જે કોઈપણ ઋતુમાં ઉડાન ભરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૅંગ્લુરુમાં ફાઈટર પ્લેન તેજસમાં ઉડાન ભરી છે. તે શનિવારે (25 નવેમ્બર 2023)ના બેંગ્લુરુમાં હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (HAL)ની ફેસિલિટીના પ્રવાસ પર ગયા હતા. પીએમઓ પ્રમાણે તે તેજસ જેટની મેન્યુફેક્ચરિંગ હબ (વિનિર્માણ)નું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. મોદી સરકાર સુરક્ષા ઉત્પાદનોના સ્વદેશી ઉત્પાદન પર સતત દબાણ કરે છે. તેમણે આ વાતને ઘણીવાર અન્ડરલાઈન્ડ કર્યા છે કે કેવી રીતે સરકારે ભારતમાં જ રક્ષણ ઉપકરણોના વિનિર્માણ અને નિર્યાતને પ્રોત્સાહન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, “આજે તેજસમાં ઉડાન ભરતા અત્યંત ગર્વની સાથે કહી શકું છું કે અમારી મહેનત અને લગનને કારણે આપણે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં વિશ્વમાં કોઇનાથી ઓછા નથી. ભારતીય વાયુસેના, DRDO અને HAL સાથે જ સમસ્ત ભારતવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ.”