જો તમે પણ વિદેશ પ્રવાસની યોજના બનાવી રહ્યા છો, અને તમારે કોઈ વિઝાની ઝંજટમાં ફસાવું નથી તો ફિલિપાઇન્સ સરકારે 14 દિવસ માટે વિઝા-મુક્ત પ્રવેશને મંજૂરી આપીને ભારતીય પ્રવાસીઓને મોટી ભેટ આપી છે. આ નવી સુવિધા 8 જૂન, 2025 એટલે કે આવતીકાલથી અમલમાં આવશે અને ભારતીય પ્રવાસીઓને કોઈપણ વિઝા અરજી વિના સીધા દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.આ પહેલી વાર છે જ્યારે ફિલિપાઇન્સમાં ભારત જેવા મોટા પર્યટન બજાર માટે વિઝા-મુક્ત નીતિ લાગુ કરવામાં આવી છે. આ પાછળનો હેતુ પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને ભારતથી દક્ષિણ-પૂર્વ એશિયામાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાનો છે. ગયા વર્ષના ડેટા અનુસાર, ભારતથી ફિલિપાઇન્સમાં જતા પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 12% નો વધારો થયો હતો.