ફિલ્મફેર એવૉર્ડ્સ 2024: જાણો ક્યાં અને ક્યારે થશે આયોજન ?!!

0
390

ગુજરાતમાં પહેલીવાર ફિલ્મફેર એવૉર્ડ્સ યોજાઈ રહ્યા છે. ગુજરાતના સાહસ ટુરીઝમ કૉર્પૉરેશન ઑફ ગુજરાત લિમિટેડ તેમજ વર્લ્ડ વાઈડ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ગાંધીનગરમાં એમઓયુ પર સહી કરવામાં આવી.જ્યારે ગુજરાતમાં આ પ્રકારનો ફિલ્મફેર એવૉર્ડ સમારોહ પહેલીવાર થવા જઈ રહ્યો છે ત્યારે આ સંદર્ભે MOU સાઈનિંગ કરતી વખતે અનેક નેતાઓ હાજર રહ્યા. આ એમઓયુ પર રાજ્ય સરકારવતી પ્રવાસન નિગમના એમડી સૌરભ પારઘીએ અને વર્લ્ડ વાઈડ મીડિયાવતી સીઈઓ દીપક લાંબાએ સહી કરી.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દરમિયાન સંબોધન કરતા જણાવ્યું હતું કે, “ફિલ્મફેર એવૉર્ડ્સ ઈન્ડિયન સિનેમાના સૌથી જાણીતા એવૉર્ડ્સમાંના એક છે. આવા પ્રતિષ્ઠિત એવૉર્ડ ફંકશનનું આયોજન ગુજરાતમાં થતું હોવાથી મોટી સંખ્યામાં સેલિબ્રિટીઓ, ફિલ્મ નિર્માતાઓ ગુજરાત પહોંચશે. ટૂરિસ્ટના આવવાથી રાજ્યમાં પ્રવાસન, હોટેલ બુકિંગ અને અન્ય પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. આ સિવાય ઈકોનોમી બુસ્ટ થશે તેમજ નવા રોજગાર પણ મળશે.”વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ જે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના આપી છે. તે ફિલ્મ ઈન્‍ડસ્ટ્રીના કામકાજથી પૂર્ણ થશે તેમ ભૂપેન્‍દ્ર પટેલ દ્વારા કહેવાયું હતું. ગુજરાતમાં આયોજિત થવા જઈ રહેલા ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમથી રાજ્યના સિનેમેટિક ટુરિઝમને વેગ મળશે. આ એવોર્ડ કાર્યક્રમ અને તેનું મીડિયા કવરેજ ગુજરાત રાજ્યના ફિલ્મ નિર્માતાઓને પ્રોત્સાહન પૂરું પાડશે. આ પ્રકારના આયોજનને લીધે વધુને વધુ ફિલ્મ નિર્માતાઓનું ધ્યાન આકર્ષિત થશે. રાજ્યના ફિલ્મ નિર્માણની સાથે પ્રવાસન ક્ષેત્ર પણ નવી ઊંચાઈએ પહોંચશે.ફિલ્મફેર એવોર્ડ્સ ઈવેન્ટના આયોજન માટે રાજ્ય સરકારનો પૂર્ણ સહકાર હશે. સાથે સ્થાનિક તંત્ર દ્વારા પણ વિશેષ કામ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને હોસ્પિટાલિટી જેવી સુવિધાઓને વધુ મજબૂત કરાશે. તમામ વિકાસ કાર્યો માટે રોકાણ કરવામાં આવશે. વિકાસ કાર્યો માત્ર એવોર્ડ પ્રસંગ પૂરતા નહીં પરંતુ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવશે.