ફિલ્મ મહાવતાર નરસિંહા ઓસ્કર 2026 માટે થઈ શોર્ટ લિસ્ટ…..

0
159

ઓસ્કાર 2026ની બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ માટે દુનિયાભરની એલિજેબલ ફિલ્મોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં ભારતની ફિલ્મ મહાવતાર નરસિંહા ફિલ્મને પણ પસંદ કરવામાં આવી છે. એકેડેમી તરફથી ઓફિશિયલ અપડેટ શેર કરી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે મહાવતાર નરસિંહા ફિલ્મ પણ આ કેટેગરીમાં દુનિયાભરની ફિલ્મો સાથે મુકાબલો કરશે.ક્લીન પ્રોડક્શન અને હોમ્બલે ફિલ્મની મહાવતાર નરસિંહા ફિલ્મ દેશ અને દુનિયામાં બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. બોક્સ ઓફિસ કમાણીમાં પણ આ ફિલ્મને ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ એ વધુ એક કમાલ કરી છે. 98 માં એકેડેમી પુરસ્કાર માટે આ ફિલ્મ બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટ લિસ્ટ થઈ છે.અશ્વિનકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મને કે પોપ ડેમન હંટર્સ, ઝુટોપિયા 2, ડેમન સ્લેયર સહિતની ફિલ્મો સાથે લિસ્ટ કરવામાં આવી છે. બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ માટે ક્વોલિફાઈ થવા માટે ફિલ્મની લંબાઈ 40 મિનિટથી વધુ હોવી જોઈએ. જેનો રનટાઈમનો ઓછામાં ઓછો 75 ટકા ભાગ એનિમેશનથી બનેલો હોવો જોઈએ.આ વર્ષે જુલાઈ મહિનામાં મહાવતાર નરસિંહા ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારત સહિતના દેશોમાં લોકપ્રિય થઈ હતી. આ ફિલ્મના ટ્રેડથી ભારતીય ઈંડસ્ટ્રી પણ હલી ગઈ હતી. ફિલ્મએ દુનિયાભરમાં 325 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય એનિમેટિડ ફિલ્મનો પણ રેકોર્ડ ધરાવે છે.