ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને ૯ વર્ષમાં ૫૦,૦૦૦ કરોડનું સીધું વિદેશી રોકાણ મળ્યુંઃ પીએમ

0
274

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ભારતના ફૂડ પ્રોસેસિંગ સેક્ટરે છેલ્લાં ૯ વર્ષમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ મેળવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે છેલ્લાં ૯ વર્ષમાં ભારતની ફૂડ પ્રોસેસિંગ કૅપેસિટીમાં નોંધપાત્ર ગ્રોથ થયો છે, જેને કારણે પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં ૧૫૦ ટકાનો ગ્રોથ થયો છે. ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની કૅપેસિટી પણ માત્ર ૧૨ લાખ ટન હતી એ વધીને ૨૦૦ લાખ ટનથી વધુ થઈ છે. દેશની રાજધાનીમાં ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયાની બીજી એડિશનને સંબોધતાં તેમણે જાડા ધાન્ય ખાવાના આરોગ્યવિષયક ફાયદા વિશે જણાવ્યું હતું. વડા પ્રધાને વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ૨૦૨૩ના ભાગરૂપે ફૂડ સ્ટ્રીટનું ઉદ્ઘાટન કર્યું હતું.