ફેમસ એક્ટ્રેસ દિવ્યા શેઠની દીકરીનું નાની ઉંમરે અવસાન..

0
167

બોલીવુડ એક્ટ્રેસ દિવ્યા શેઠ શાહના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દિવ્યા શેઠની 22 વર્ષની પુત્રી મિહિકા શાહનું અવસાન થયું છે. તાવ અને વાઈના હુમલાને કારણે મિહિકાનું અવસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. મિહિકાના નિધનના સમાચાર ખુદ દિવ્યા શેઠ શાહે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.દિવ્યા શેઠ શાહે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘અત્યંત દુઃખ સાથે અમને જણાવવું પડે છે કે અમારી પ્રિય મિહિકા હવે અમારી વચ્ચે નથી. તેમણે 5મી ઓગસ્ટ 2024ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું. આ સાથે દિવ્યાએ લખ્યું કે મિહિકાની પ્રાર્થના સભા 8 ઓગસ્ટે સાંજે 4 થી 6 વાગ્યા સુધી છે. મિહિકાના આ રીતે જતા રહેવાથી તેમના ઘરમાં શોકનો માહોલ છે. આ કારણે તેની દાદી અને અભિનેત્રી સુષ્મા સેઠની હાલત પણ ખરાબ છે.