બંગાળમાં વંદે ભારત પર પથ્થરમારો…

0
210

હાવડા અને ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવ્યાના થોડાં જ દિવસો બાદ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ટ્રેન પર સોમવારે પથ્થરમારો કરવામાં આવ્યો છે. ભાજપે આ મામલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કરાવવાની માંગ કરી છે તો સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. રેલવે અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. માલદા શહેરથી લગભગ 50 કિમી દૂર કુમારગંજ રેલવે સ્ટેશન પાસે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 22303 વંદે ભારત એક્સપ્રેસના કોચ નંબર સી-13નો કાચ તૂટી ગયો છે.