‘બચુભાઈ’ બનીને હસાવવા આવી રહ્યા છે સિદ્ધાર્થ રાંદેરિયા….

0
268

સિદ્ધાર્થ રાં​દેરિયા તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘બચુભાઈ’ લઈને આવી રહ્યા છે. ૨૧ જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે અપરા મહેતા, અમિત સિંહ ઠાકુર અને પૂર્વી પાલન દેખાશે. ફિલ્મને રાહુલ ભોલે અને વિનીત કનોજિયાએ ડિરેક્ટ કરી છે. જ્યોતિ દેશપાંડે, શરદ પટેલ અને શ્રેયાંશી પટેલે પ્રોડ્યુસ કરી છે. સિદ્ધાર્થ રાં​દેરિયા હોય એટલે હાસ્યનો ભરપૂર ડોઝ મળશે એ વાત તો નક્કી છે. ફિલ્મનું ટીઝર જોઈને અંદાજ તો આવી જાય છે કે તેઓ કૉલેજમાં ઍડ્મિશન લેવાના છે અને એમાંથી મનોરંજન મળી રહેશે. આ ફિલ્મના ટીઝરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થ રાં​દેરિયાએ કૅપ્શન આપી હતી, ‘શીખવાની કોઈ ઉંમર નથી. પણ શું શિક્ષણની છે? બચુભાઈ તરીકે મને મળો, જે Xની વૅલ્યુ WYZને પૂછે છે. ૨૦૨૩ની ૨૧ જુલાઈએ ફિલ્મ રિલીઝ થવાની છે.’