પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીની ધરતી પરથી પાકિસ્તાનને લાલ આંખો દેખાડી છે. પોતાના ભાષણમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે તેમણે બદલો લેવાનું વચન પૂરું કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની ધરતી પરથી પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. પોતાના ભાષણમાં પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે બદલો લેવાનું વચન પૂરું કર્યું છે. ઓપરેશન સિંદૂર સંપૂર્ણપણે સફળ રહ્યું છે, પહેલગામના ગુનેગારોને પણ મારી નાખવામાં આવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર બાદ આજે હું પહેલીવાર કાશી આવ્યો છું, જ્યારે 22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો, ત્યારે 26 નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મારું હૃદય ખૂબ જ દર્દથી ભરાઈ ગયું હતું. એ વખતે હું બાબા વિશ્વનાથને કહી રહ્યો હતો કે આ દુઃખ સહન કરવા માટે તમામ પીડિત પરિવારોને હિંમત આપો. મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવા માટે મેં જે વચન આપ્યું હતું તે પણ પૂરું થયું છે. મહાદેવના આશીર્વાદથી જ આ શક્ય બન્યું છે.






