‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’ નું ટીઝર રિલીઝ….

0
296

વિપુલ અમૃતલાલ શાહે જે દિવસથી ‘ધ કેરાલ સ્ટોરી’ ટીમ સુદીપ્તો સેન અને અદા શર્માની સાથે ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’ માટે ફરીથી હાથ મેળવ્યો છે ત્યારથી ફિલ્મને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર્શકો ફિલ્મના ટીઝર માટે ઘણાં સમયથી રાહ જોતા હતા. હવે ફાઇનલી ફિલ્મના ટીઝર પરથી પડદો ઉઠી ગયો છે અને ટ્રેલર શાનદાર છે જેને જોઇને તમે મજબૂત, ઇમોશનલ અને સાહસી જેવા અહેસાસોનો અનુભવ કરશો. આ ફિલ્મમાં અદા શર્મા આઇપીએસ નીરજા માધવનની ભૂમિકામાં છે. સામે આવેલા ટીઝરમાં એક્ટ્રેસ એક મિનિટ લાંબો મોનોલોગ બોલતી નજરે પડે છે, જે રૂંવાટા ઉભા કરી દે એવી છે.આ એકપાત્રી નાટક ફિલ્મની શક્તિશાળી વાર્તા અને કેટલાક તથ્યોની ઝલક આપે છે જે ફિલ્મમાં વિગતવાર બતાવવામાં આવશે. ટીઝરમાં મેકર્સે શહીદોના આંકડા વિશે વાત કરી છે, જેમાં એક સત્ય સામે આવી રહ્યું છે. જેમાં ફિલ્મની લીડ હીરોઈન અદા શર્મા કહી રહી છે કે કેવી રીતે આપણા દેશના સ્યુડો ઈન્ટેલેક્ચ્યુઅલ ચીનના પૈસાથી દેશને તોડવા માટે પ્રોપેગેન્ડા ચલાવી રહ્યા છે. હવે આના પર ઊંડાણપૂર્વક વિચારવાનો સમય આવી ગયો છે.