બારમી ઑગસ્ટથી ‘કૌન બનેગા કરોડપતિ 16’ લઈને આવશે અમિતાભ બચ્ચન

0
194

અમિતાભ બચ્ચન હવે બારમી ઑગસ્ટથી ‘કૌન બનેગા કરોડપતિ 16’ લઈને આવી રહ્યા છે. ‘કૌન બનેગા કરોડપતિ 15’નો અંત થયો હતો ત્યારે અમિતાભ બચ્ચને જે રીતે શોને અલવિદા કહ્યું હતું એનાથી લાગી રહ્યું હતું કે તેઓ આ શોને ફરી હોસ્ટ નહીં કરે. જોકે તેઓ નવી સીઝન લઈને આવી રહ્યા છે. તેમ જ આ સીઝનની ટૅગલાઇન છે ‘ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા.’આ શો ખૂબ જ પ્રચલિત છે. આ શોની છેલ્લી સીઝનમાં જે નિયમો હતા એ જ નિયમો આ સીઝનમાં પણ જોવા મળશે. બદલાવ થવાના ચાન્સિસ ખૂબ જ ઓછા છે. જોકે એ શું હશે એ તો શો શરૂ થયા બાદ જ ખબર પડશે.