‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ ક્રિતિ સેનન ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા…

0
349

ક્રિતિ સેનેન અને પ્રભાસના અફેરની ચર્ચાઓ ત્યારથી શરૂ થઈ હતી, જ્યારે એક્ટ્રેસે કરન જોહરના શો ‘કોફી વિથ કરન 7’માં પ્રભાસનું નામ લીધું હતું. ત્યારથી બંને સ્ટાર્સ રિલેશનશિપમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. ફેન્સ નવા સેલિબ્રિટી કપલને લઈને ઉત્સાહિત છે અને તેમને હંમેશાં માટે સાથે જોવા માગે છે.ક્રિતિ સેનન તથા ટાઇગર શ્રોફ શો ‘કૉફી વિથ કરન’માં આવ્યા હતા. અહીંયા ક્રિતિએ કૉલિંગ સેગમેન્ટ રાઉન્ડમાં પ્રભાસને ફોન કર્યો હતો. ત્યારથી જ બંને વચ્ચે સ્પેશિયલ બૉન્ડ હોવાની ચર્ચા છે. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે બંને વચ્ચે રોમેન્ટિક રિલેશનશિપ હોવાનું માનવામાં આવે છે.