બિપાશા બાસુએ દીકરીને આપ્યો જન્મ

0
323

બિપાશા બાસુએ શનિવારે એક દીકરીને જન્મ આપ્યો છે અને દંપતી બાળકીનાં માતા-પિતા બન્યાં છે. લગ્નના છ વર્ષ બાદ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર પેરેન્ટ્સ બન્યાં છે.બિપાશા બાસુ  અને કરણ સિંહ ગ્રોવરને  ત્યાં એક સુંદર દીકરીનો જન્મ થયો છે. ઈન્ડિયા ફોરમ્સ મુજબ, આ દંપતી શનિવારે એક બાળકીનાં માતા-પિતા બન્યાં છે. પોતાના લગ્નના છ વર્ષ બાદ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર પેરેન્ટ્સ બન્યાં છે. બિપાશા બાસુએ ઑગસ્ટમાં પોતાની પ્રેગ્નેન્સીની માહિતી પોતાના ચાહકો સાથે શૅર કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક વાર આ કપલે ગ્લેમરસ તસવીરો શૅર કરી છે. બિપાશાએ અનેકવાર મેટરનિટી શૂટ કરાવ્યું છે, જેની તસવીરો સામે આવતા તેમને અનેક કૉમ્પ્લિમેન્ટ્સ પણ મળ્યા છે. પોતાની પ્રેગ્નેન્સી સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ તેમણે સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે.