બિહારમાં બનશે અયોધ્યાથી 3 ગણું મોટું રામાયણ મંદિર…

0
185

બિહારમાં એક એવું મંદિર બનવાનું છે, જેની ભવ્યતા જોઈ સૌ કોઈ દંગ રહી જશે. અહીં અયોધ્યામાં બની રહેલા રામમંદિરથી ત્રણ ગણુ વધારે લાંબુ અને દુનિયાનું સૌથી મોટુ મંદિર બનવાનું છે. આ મંદિરનું નામ વિરાટ રામાયણ મંદિર હશે. જ્યાં રામાયણ સાથે જોડાયેલી કહાનીઓના અલગ અલગ મંદિર હશે. એમ કહો કે, આ મંદિરમાં આખી રામાયણની ઝલક જોવા મળશે.

આપને જણાવી દઈએ કે, પૂર્વી ચંપારણ જિલ્લાના કેસરિયા ચકિયા પથ પર કૈથવલિયા બહુઆરામાં વિરાટ રામાયણ મંદિરનું નિર્માણ 20 જૂનથી થશે. વર્ષ 2025માં શ્રાવણ સુધીમાં વિશ્વનું સૌથી મોટા શિવલિંગની સ્થાપના થઈ જશે. તે જ વર્ષના અંત સુધીમાં વિરાટ રામાયણ મંદિર બનીને તૈયાર થઈ જશે. મંદિરનાં કુલ 12 શિખરોમાં બે વર્ષનો સમય લાગશે. મહાવીર મંદિર ન્યાસના સચિવ આચાર્ય કિશોર કુણાલે જણાવ્યું કે, વિરાટ રામાયણ મંદિર ત્રણ માળનું હશે. મંદિર પ્રવેશ બાદ પ્રથમ પૂજ્ય વિધ્નહર્તા ભગવાન ગણેશના દર્શન થશે.