બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ : ભાજપ સૌથી મોટી પાર્ટી બન્યું

0
269

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ એ ઐતિહાસિક પ્રદર્શન કરતા 202 બેઠકો જીતી છે. જ્યારે મહાગઠબંધન 35 બેઠકો જીતી શક્યું છે. બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 89 બેઠકો જીતી છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 101 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ વખતે પાર્ટીનો સ્ટ્રાઇક રેટ પ્રભાવશાળી રહ્યો છે. ભાજપે ફરી એકવાર જેડીયુ કરતા વધુ બેઠકો જીતી છે. જોકે બંને પક્ષો વચ્ચે માત્ર ચાર બેઠકોનો તફાવત છે. જેડીયુએ 85 બેઠકો જીતી છે.