બીજેપી નેતા સ્વામી ચિન્મયાનંદની જાતિય શોષણ કેસમાં ધરપકડ કરાઈ

0
1365

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદની ઉત્તર પ્રદેશમાં લોની વિદ્યાર્થીની પર કથિત બળાત્કારની ફરિયાદ બાદ ધરપકડ કરાઈ છે. એસટાઈટીની ટીમે સ્થાનિક પોલીસની મદદથી શુક્રવારે શાહજહાંપુર સ્થિત સ્વામી ચિમ્નયાનંદના મુમુક્ષુ આશ્રમમાંથી ધરપકડ કરી છે. ચિન્મયાનંદને ચોક પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. તેમનું મેડિકલ પરિક્ષણ પણ કરાવવામાં આવશે.

ઉત્તર પ્રદેશના આ બહુચર્ચિત કેસમાં ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદ દ્વારા સંચાલિત કોલેજમાં લોની વિદ્યાર્થીનીએ તેના પર સ્વામી ચિન્મયાનંદ દ્વારા બળાત્કાર કરાયો હોવાની ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ આ કેસમાં એસઆઈટી રચી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. એસઆઈટીએ અગાઉ ચિન્મયાનંદની સાત કલાક સુધી સઘન પૂછપરછ કરી હતી. આ ઉપરાંત જે આશ્રમના રૂમમાં બળાત્કાર કરાયો હોવાનો દાવો કરાયો હતો તેને સીલ કરી દેવાયો હતો. પીડિત વિદ્યાર્થીનીએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સ્વામી ચિન્માયનંદની ધરપકડ નહીં કરવામાં આવે તો તે આત્મહત્યા કરી લેશે. બુધવારે ચિન્મયાનંદની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ચિન્મયાનંદને એસઆઈટી આજે કોર્ટમાં હાજર કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here