ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આગામી સમયમાં બી એસ.એફ ગાંધીનગર ખાતે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગ શરૂ કરવામાં આવનાર છે.
આ તાલીમ વર્ગમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવાર પાસેથી નિયત ફોર્મ માં અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં ઉમેદવારો એ 30 દિવસ બી.એસ.એફ કેમ્પસમાં રહીને તાલીમ લેવાની રહેશે. આ તાલીમમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને બૌદ્ધિક કસોટી માટે નિશુલ્ક તૈયાર કરાવવામાં આવશે. ઉમેદવાર ની હાજરી મુજબ પ્રતિદિન લેખે ૧૦૦/- રૂપિયા સ્ટાઈપેંડ મળવા પાત્ર રહેશે. આથી ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો કે જેમણે અગાઉ રોજગારી કચેરી દ્વારા તાલીમ મેળવેલ હોય તે સિવાયના ઉમેદવારો એ જ કચેરી ખાતે રૂબરૂ આવીને ફોર્મ ભરવાના રહેશે. અરજી કરવા માટે જિલ્લા રોજગાર કચેરી,ગાંધીનગર, સી-વિંગ, પ્રથમ માળ સહયોગ સંકુલ સેક્ટર-૧૧ ગાંધીનગર ખાતે રૂબરૂ ફોર્મ મેળવી અરજી જમા કરાવી શકાશે. વધુ માહિતી માટે સંપર્ક કરો- ૬૩૫૭૩૯૦૩૯૦
Home Gandhinagar બી.એસ.એફ હેડ ક્વાર્ટર ગાંધીનગર ખાતે શરૂ થનાર નિવાસી તાલીમ વર્ગમાં જોડાવવા ઇચ્છતા...