બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા ટુંક સમયમાં મમ્મી બનશે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપડાએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ટુંક સમયમાં મમ્મી પાપા બનશે. સાથે જ તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે. આ પોસ્ટ શેર થતાં જ વાયરલ થવા લાગી છે અને પરિણીતિ ચોપડા તેમજ રાઘવ ચઢ્ઢાને શુભકામનાઓ મળવા લાગી છે.






