ભારતે ગઈ કાલે વધુ ક્ષમતાવાળા બ્રહ્મોસ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ધ ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્વદેશી ચીજો અને સુધારિત કામગીરી ધરાવતા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું ઓડિશાના દરિયાકાંઠે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ, ચાંદીપુર ખાતે સવારે સાડાદસ વાગ્યે સફળપણે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ડીઆરડીઓ ટીમ સાથેના સંકલનથી બ્રહ્મોસ ઍરોસ્પેસ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટેક્સ્ટ બુક ફ્લાઇટમાં, બ્રહ્મોસ મિસાઇલ એના તમામ મિશન ઉદ્દેશ્યોને પૂર્ણ કરીને અનુમાનિત માર્ગને અનુસર્યું હતું. આ ફ્લાઇટ ટેસ્ટનું નિરીક્ષણ રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટેશનનાં તમામ સેન્સર્સ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ટેલિમેટ્રી, રડાર અને ઇલેક્ટ્રો-ઑપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ્સનો સમાવેશ કરાયો હતો અને એને પૂર્વીય કિનારે અને ડાઉન રેન્જનાં જહાજો પર તહેનાત કરવામાં આવે છે.
આ ટેસ્ટમાં ડીઆરડીઓ અને રશિયાની એનપીઓએમની ટીમે ભાગ લીધો હતો.