Home Hot News બ્રાઝિલમાં મોટી પ્લેન દુર્ઘટના…..

બ્રાઝિલમાં મોટી પ્લેન દુર્ઘટના…..

0
79

બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં સવાર બધા જ 61 લોકોના મોત થઈ ગયા છે. વોએપાસ એરલાઈનનું આ ઘટના અંગે કહેવું છે કે ટ્વીન ઈંજીન ટર્બોપ્રોપ પ્લેન દક્ષિણી રાજ્ય પરાનાના કાસ્કેવેલથી સાઓ પાઉલો શહેરના ગ્લારુલહોસ એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું તે સમયે પ્લેન વિન્હેડો શહેરમાં ક્રેશ થઈ ગયું.જાણવા મળતી માહિતી અનુસાર 72-500 વિમાનમાં 57 યાત્રી અને પાયલોટ સહિત 4 ક્રુ મેમ્બર્સ હતા. સ્થાનીય અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં કોઈ જીવિત નથી બચ્યું. બ્રાઝીલમાં થયેલી પ્લેન દુર્ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં જોવા મળે છે કે પ્લાન નિયંત્રણ ગુમાવી રહેણાક વિસ્તાર નજીક ક્રેશ થયું હતું. આ ઘટનામાં એક પણ વ્યક્તિ જીવિત બચી નથી. પ્લેન ક્રેશ થવાના કારણે એક ઘર પણ ક્ષતિગ્રસ્ત થયું છે.