મોદી સરકાર 2.0માં સરકારી વિભાગની સફાઈ એટલે કે ભષ્ટ્રાચાર અને અન્ય મામલાઓના આરોપી અધિકારીઓને કાઢવાનો સિલસિલો ચાલુ છે. તેના ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ(CBIC)ના 22થી વધુ સિનિયર અધિકારીઓને ફરજિયાત રિટાયર્ડ કરવામાં આવ્યા છે. સુપરિટેન્ડન્ટ રેન્કના આ અધિકારીઓ ભષ્ટ્રાચાર અને અન્ય મામલાઓના આરોપી છે. ન્યુઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે CBICએ 22 સિનિયર અધિકારીઓને જબરજસ્તીથી રિટાયર્ડ કર્યા છે. જે 22 અધિકારીઓને રિટાયર્ડ કરવામાં આવ્યા છે, તે તમામ સુપરીટેન્ડન્ટ અને એઓ રેન્કના હતા. આ નિર્ણય ફન્ડામેન્ટલ રૂલ 56(j) મુજબ લેવામાં આવ્યો છે.