દસક્રોઈ તાલુકાના ભાટ ગામમાં કોરોના પ્રથમ પોઝિટિવ દર્દીનું ડિસ્ચાર્જ કર્યાના ચોથા દિવસે મૃત્યુ થતા પરિવારમાં અને ગામમાં શોક વ્યાપી ગયો છે .તો બીજી તરફ વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી જતાં ગામમાં આરોગ્ય કર્મીઓ દ્વારા સેનેટાઇઝ તેમજ આર્યુવેદિક ઉકળાનું વિતરણ કરાયું છે. મૃતક કેડીલા ફાર્મા કંપનીના કર્મી હતા અને તેઓને અઠવાડિયા પૂર્વેજ ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ અંગે ગામના ડે. સરપંચ, ઉમેશભાઈના પડોશી ગૌતમભાઈ પરમારે જણાવ્યુ કે 5 મેના રોજ તેઓનો ટેસ્ટ લીધેલ બાદમાં 7 મેં ના રોજ તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ મોકલી આપેલ બાદમાં 9 મેના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવતા તેઓ પોતાના વતન ભાત ગામમાં પરત ફરેલ બાદમાં તેઓએ ખોરાક લેવાનું ઓછું કરી દીધેલ.
13 મેના રોજ રાત્રે તેઓનું મોઢું અને આખો ફાટી ગયેલ આથી તેઓના ભાઈ અને દીકરો તેઓને સોલા સિવિલ લઈ ગયેલ જ્યાં તપાસ દરમિયાન તેઓને મૃત જાહેર કરેલ.તેઓ અન્ય કોઈ બીમારીથી પીડાતા હોય તેવું સામે આવ્યું નથી.તેઓના પુત્ર અને દાદી પોઝિટિવ હતા તેઓ પણ હાલ સંપૂર્ણ સ્વસ્થ છે.જોકે દાદી અને પુત્રનો પોઝિટિવ આવ્યા બાદ ઉમેશભાઈ ચિંતિત હતા. મંગળવારે ગામના પ્રજાપતિ વાસમાં વધુ એક મહિલાનો પોઝિટિવ કેસ મળ્યો છે .
અગાઉ આજ મહિલાના પતિ નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેઓના પતિમાંથી તેઓ સક્રમણ ના ભોગ બન્યા છે .તેઓના પતિ પણ કેડીલા ફાર્માના કર્મી છે.તેઓનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.