ભારતનું મૂન મિશન અમારે માટે પ્રેરણાદાયકઃ નાસા

0
1277

દુનિયાની નંબર-વન અમેરિકાની નાસા જેવી એજન્સીએ ભારત અને ઇસરોના આ પ્રયત્નને ખૂબ બિરદાવ્યું છે. નાસાએ મિશન ચંદ્રયાનની મુસાફરીને પોતાને માટે પ્રેરણા ગણાવી છે.

નાસાએ આ સાથે જ ભવિષ્યમાં અવકાશ ક્ષેત્રે ઇસરો સાથે મળીને કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. તો બીજી બાજુ યુનાઇટેડ આરબ અમીરાતની સ્પેસ એજન્સીએ પણ ટ્‌વીટ કરીને ઇસરોના પ્રયત્નોને બિરદાવ્યા છે અને ભારતને સ્પેસ સેન્ટરનો મહત્ત્વનો ખેલાડી ગણાવ્યો છે. અમેરિકાની નાસાએ ટ્‌વીટ કરીને કહ્યું કે ‘અંતરીક્ષ શોધ એક મુશ્કેલ ક્ષેત્ર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2 મિશનનું લૅન્ડિંગ કરાવવાના ઇસરોના પ્રયત્નને અમે આવકારીએ કરીએ છીએ. તમે અમને તમારી મુસાફરીથી પ્રેરિત કર્યા છે અને આશા કરીએ છીએ કે ભવિષ્યમાં આપણને સૂર્યમંડળમાં મળીને કામ કરવાની તક મળશે.’

યુએઈ સ્પેસ એજન્સી

યુનાઇટેડ આરબ અમીરાતની સ્પેસ એજન્સીએ ટ્‌વીટ કરતાં કહ્યું કે ચંદ્રયાન-2ના લૅન્ડર વિક્રમ જેણે ચંદ્ર પર લૅન્ડ કરવાનું હતું, પણ એનાથી સંપર્ક તૂટ્યા બાદ અમે ઇસરોને અમારા પૂરેપૂરા સહયોગનું આશ્વાસન આપીએ છીએ. ભારતે પોતાને સ્પેસ સેક્ટરની મહત્ત્વની તાકાત સાબિત કરી છે અને એના વિકાસ અને ઉપલબ્ધિમાં ભાગીદાર છે.’

ઑસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સી

ઑસ્ટ્રેલિયાની સ્પેસ એજન્સીએ ટ્‌વીટ કરીને કહ્યું કે લૅન્ડર વિક્રમ, ચંદ્રમા પર પોતાના મિશનને સાકાર કરવામાં થોડા કિલોમીટર જ દૂર હતું. ઇસરો, અમે તમારા પ્રયત્નો અને અંતરીક્ષમાં મુસાફરી ચાલુ રાખવાની તમારી પ્રતિબદ્ધતાને બિરદાવીએ છીએ.’

અવકાશ વૈજ્ઞાનિકોએ કર્યાં વખાણ

દુનિયાભરના અંતરીક્ષ સમર્થકો અને શોધકર્તાઓએ શનિવારે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) અને એના ૧૬,૦૦૦થી વધુ વૈજ્ઞાનિકો દ્વારા ભારતના ચંદ્ર મિશનને લગભગ પૂરું કરવાના પ્રયત્નોનાં વખાણ કર્યાં હતાં. અહીં જણાવવાનું કે ચંદ્રયાન-2નું લૅન્ડર વિક્રમ ચંદ્રમાની સપાટી પર ઊતરવાના ૨.૧ કિલોમીટર પહેલાં જ ઇસરો સાથે એનો સંપર્ક તૂટી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here