ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, UAEથી કેરળ પરત આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ

0
383

ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો છે. UAEથી ત્રણ દિવસ પહેલાં કેરળ પરત ફરેલાં એક વ્યક્તિને મંકીપોક્સના લક્ષણો દેખાતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ તેના સેમ્પલને પુનેની નેશનલ ઈન્સ્ટિ્યુટ ઓફ વાયરોલોજીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જ્યોર્જે કહ્યું કે, મંકીપોક્સનો પોઝિટિવ રિપોર્ટ નોંધાયો છે. વ્યક્તિ UAEથી પરત ફર્યો હતો. 12 જુલાઈના રોજ તે રાજ્યમાં પરત ફર્યો હતો. તે ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર પહોંચ્યો હતો અને WHO અને ICMRની ગાઈડલાઈન અનુસાર તમામ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. દેશનો પ્રથમ મંકીપોક્સનો કેસ સામે આવતાં કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે અને કેન્દ્ર દ્વારા એક હાઈ લેવલની હેલ્થ ટીમને કેરળ મોકલવામાં આવી છે.આ ઉપરાંત કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, કેરળના સ્વાસ્થ્ય વિભાગે મંકીપોક્સને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. દર્દીની હાલત અત્યારે સ્થિર છે અને તેના તમામ અંગ નોર્મલ છે. તેના પ્રાથમિક કોન્ટેક્ટ્સની ઓળખ કરી લેવામાં આવી છે. તેના માતા, પિતા, ટેક્સી ડ્રાઈવર, ઓટો ડ્રાઈવર અને ફ્લાઈટમાં તેની સાથેની સીટમાં બેસેલાં 11 લોકોની પણ ઓળખ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, આમાં કોઈ ગભરાવવાની જરૂર નથી અને તમામ જરૂરી પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here