ભારતીની મહેમાનનવાજીથી પ્રસન્ન થઈ ફ્રાન્સના રાષ્ટ્રપતિ કહ્યું આવું..

0
252

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શનિવારે ભારતમાં તેમના ઉષ્માભર્યા સ્વાગત બદલ ભારતીય લોકોનો આભાર માન્યો હતો. મેક્રોને ભારતીયોને ફ્રાન્સની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું. આ વર્ષે ફ્રાન્સમાં ઘણી મોટી ઈવેન્ટ્સ યોજાવાની છે, આ ઈવેન્ટ્સ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ભારતીયોને ફ્રાન્સ આવવા કહ્યું. શુક્રવારે, ઇમેન્યુઅલ મેક્રોન રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સ્ટેટ ડિનરમાં પણ સામેલ થયા હતા.