ભારતીય નૌ સેનાને INS ઉદયગિરી, INS હિમગિરી સોંપવામાં આવશે….

0
287

આજે INS ઉદયગિરી, INS હિમગિરી Indian Neavy માં સામેલ થશે. આ બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે. આ સમારોહ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાશે. પ્રોજેક્ટ 17A હેઠળ બનેલા આ યુદ્ધ જહાજો મેક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની સફળતાનું પ્રતીક છે. INS ઉદયગિરી એ યુદ્ધ જહાજ ડિઝાઈન બ્યુરો દ્વારા ડિઝાઈન કરાયેલ 100મુ જહાજ છે.આજે વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને INS ઉદયગિરી (INS Udaygiri) , INS હિમગિરી (INS Himgiri) Indian Neavy સોંપવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઉપસ્થિત રહેશે. આ બંને જહાજો ભારતીય નૌકાદળમાં સામેલ થતા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે ભારતનો દબદબો વધશે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે ચીન જેવા દેશો પોતાનું વર્ચસ્વ વધારવા સતત પ્રયત્નશીલ છે. હવે ભારતીય નૌકાદળમાં INS ઉદયગિરી, INS હિમગિરી સામેલ થતાં પ્રશાંત મહાસાગરમાં ભારત મજબૂત સંરક્ષણ સ્થિતિમાં આવશે.