ભારતીય વિદ્યાર્થીઓનો કેનેડા પરનો વિશ્વાસ ડગમગ્યો

0
269

ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી તણાવ પેદા થયો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આક્ષેપ કર્યો હતો કે, ભારતીય એજન્ટ્સનો હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં હાથ છે. જે બાદ તેમણે ભારતીય રાજદૂતને કેનેડામાંથી કાઢી મૂક્યા હતા. ભારતે પણ જવાબી કાર્યવાહી કરતાં કેનેડાના રાજદૂતને હાંકી કાઢ્યા હતા. બંને દેશો વચ્ચે થયેલા તણાવને લીધે કેનેડામાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા છે. નિષ્ણાતોનું માનવું છે કે, હાલની સ્થિતિને જોતાં વિદ્યાર્થીઓ માટે સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. કેનેડામાં હેટ ક્રાઈમની ઘટનાઓને જોતાં વિદ્યાર્થીઓને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. એવામાં જો સ્થિતિ આવી જ રહી તો કેનેડાને ફટકો પડી શકે છે. ભારતીય વિદ્યાર્થીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા મનપસંદ સ્થળ છે ત્યારે આવી ઘટનાઓ બાદ વિદ્યાર્થીઓ બીજા દેશો તરફ વળે તેવી સ્થિતિ આવી શકે છે.