અમેરિકામાં કોરોના વાઈરસ અંગે જોખમ વધી રહ્યું છે. બે દિવસ પહેલા શનિવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, વડાપ્રધાન મોદી મલેરિયા નાશક દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ નહીં હટાવે તો કાર્યવાહી કરવામાં આવી શકે છે. મને કોઈ કારણ નથી દેખાતું કે ભારતે અમેરિકાના દવાના ઓર્ડરને શા માટે અટકાવી રાખ્યો છે? વૈજ્ઞાનિકોએ હાઈડ્રોક્સીક્લોરોક્વિનને કોરોના સામે લડવામાં કારગર ગણાવ્યા છે.
વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે, ‘હાલ તો મેં મોદીના નિર્ણય વિશે સાંભળ્યું નથી. હું જાણું છું કે તેમને અન્ય દેશોમાં દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે, મારી તાજેતરમાં જ તેમની સાથે ચર્ચા થઈ હતી. ભારતના અમેરિકા સાથેના સંબંધ ઘણા સારા છે. હવે જોવાનું એ છે કે તે અમને દવા મોકલવાની મંજૂરી આપે છે કે નહીં.’ટ્રમ્પ સાથે વાતચીત બાદ મોદીએ કહ્યું હતું કે, અમેરિકાના દવા મોકલવાના ઓર્ડર પર વિચાર કરીશું.