આગામી મહિને શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે શ્રીલંકાએ સુરક્ષાવ્યવસ્થા ચુસ્ત કરી છે. શ્રીલંકન સરકારે સ્પષ્ટ કર્યું કે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ભારત અને પાકિસ્તાન
સહિતની ટીમોને VVIP સુરક્ષા અપાશે. આ ટુર્નામેન્ટ દરમ્યાન અન્ય દેશોના રાષ્ટ્રપ્રમુખની વિઝિટમાં આપવામાં આવતી હેડ ઑફ સ્ટેટ જેવી સુરક્ષા અપાશે અને એના માટે એલીટ કમાન્ડો યુનિટ્સને તહેનાત કરાશે.
શ્રીલંકાના સ્પોર્ટ્સ મિનિસ્ટર સુનીલ કુમારે કહ્યું હતું કે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત અને પાકિસ્તાનની હાઈ-વૉલ્ટેજ મૅચને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકીય તનાવને લીધે પાકિસ્તાને ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હોવાથી એના મુકાબલા શ્રીલંકામાં રાખવામાં આવ્યા છે.






