ર્લ્ડ કપ 2023 ની પ્રથમ બે મેચમાં શુભમન ગિલ રમી શક્યો નહતો. તેને ડેન્ગ્યૂ હોવાનું કહેવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાની આગામી મેચ હવે પાકિસ્તાન સામે છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે શું શુભમન ગિલ આ મેચ રમશે કે કેમ. જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં તેની ત્રીજી મેચ 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ શાનદાર મેચ પહેલા શુભમન ગિલ પર એક મોટું અપડેટ સામે આવ્યું છે. તે ભારતીય ટીમના બાકીના ખેલાડીઓ પહેલા જ અમદાવાદ પહોંચી ગયો છે.ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વર્લ્ડ કપ 2023ની પ્રથમ બે મેચમાં રમતા જોવા મળ્યો નથી. વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા તેને ડેન્ગ્યુ થયો હતો. ભારતે ચેન્નાઈમાં પ્રથમ મેચ રમી હતી, જ્યાં ગિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચ માટે તે ટીમ ઈન્ડિયા સાથે દિલ્હી પણ ગયો ન હતો. જોકે, ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. શુભમન ગિલ અમદાવાદ પહોંચી ગયો છે. પરંતુ હાલમાં શુભમનના રમવા અંગે કોઈ માહિતી સામે આવી નથી.મળતી માહિતી મુજબ, ગિલ બુધવારે રાત્રે ચેન્નાઈથી અમદાવાદ પહોંચ્યો હતો, જ્યારે ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ ગુરુવારે બપોરે અહીં પહોંચશે. સારા સમાચાર એ છે કે ગિલ સ્વસ્થ થઈ ગયો છે, જો ગિલ ફિટ રહે છે તો તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. શુભમન ગિલે આ વર્ષે વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં તેની રિકવરી ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર છે