ભારત-પાકિસ્તાન વચ્ચે સેમી ફાઇનલ શક્ય છે !!

0
289

વન-ડે વર્લ્ડ કપને મહિનો થવા આવ્યો અને હવે સેમી ફાઇનલ માટેની રેસ વધુ ઉગ્ર બની રહી છે. પાકિસ્તાને મંગળવારે બંગલાદેશને સાત વિકેટે અને ગઈ કાલે સાઉથ આફ્રિકાએ ન્યુ ઝીલૅન્ડને હરાવીને હરીફાઈ વધુ રસાકસીભરી બનાવી દીધી છે. બંગલાદેશને બાદ કરતાં બાકીની ૯ ટીમને હજી સેમી ફાઇનલનો ચાન્સ હોવાનું ગઈ કાલની મૅચ પહેલાં મનાતું હતું. જોકે ખાસ તો ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને ૦.૦૧ ટકા ચાન્સ છે.

ભારત તમામ ૬ મૅચ જીત્યું છે અને આજે વાનખેડેમાં શ્રીલંકા સામે જીતીને સેમીમાં સત્તાવાર રીતે સ્થાન પાકું કરી લેશે. જો પૉઇન્ટ‍્સ-ટેબલમાં પહેલા નંબર પર જ રહેશે અને જો પાકિસ્તાન બાકીની બન્ને મૅચ જીતીને ચોથા નંબરે રહેશે તો સેમી ફાઇનલમાં (1 v/s 4) ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ શકે.