ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રજૂ થયેલ કરબોજ વિનાના અને સુધારા સાથેના બજેટને આગામી ૧૧મી માર્ચે
મળનાર સામાન્ય સભામા મંજૂરી આપવામાં આવશે. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રજૂ
કરાયેલ ૧૭૪૪ કરોડના વર્ષ ૨૦૨૫- ૨૬ના ડ્રાફ્ટ બજેટનો અભ્યાસ કર્યા બાદ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ દ્વારા તમામ શાખાઓના અધિકારીની બેઠક બોલાવી દરેક શાખાઓના વાસ્તવિક ખર્ચ તથા આવકના અંદાજ મેળવી તેના આધારે
ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવેલા પ્રોપર્ટી ટેક્ષ અને સફાઈવેરાના દરમાં વધારાને પણ સ્થાયી સમિતિ દ્વારા નાબૂદ
કરી નાગરિકોના હિતમાં કરબોજ વિનાનું ૧૭૧૮ કરોડનું બજેટ રાખવામાં આવ્યું
હતું. આ સુધારા બજેટની મંજૂરી માટે ૧૧ માર્ચે મેયર મીરાબેન પટેલના અધ્યક્ષ
સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.