મંત્રી-ધારાસભ્યોને રવિવારે રાત્રે જ ગાંધીનગર પહોંચવા આદેશ : સ્ટેડિયમ જવા માટે ખાસ વોલ્વો બસની સુવિધા

0
873

પીએમ નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે કાર્યક્રમ માટે રાજ્ય સરકારના મંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મંત્રીઓ સહિત 100થી વધુ ઉચ્ચ અધિકારીઓને મોટેરા સ્ટેડિયમ લઇ જવા માટે ખાસ વોલ્વો બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. તમામને સચિવાલયથી સ્પેશિયલ બસમાં સ્ટેડિયમ સુધી લઇ જવામાં આવશે. મંત્રીઓ અને ધારાસભ્યોને રવિવાર રાત્રે જ ગાંધીનગર પહોંચી જવા જણાવાયું છે.

રાજ્ય સરકારના મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓને સ્ટેડિયમ લઇ જવા માટે એસટી નિગમ તરફથી વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવનારી છે. આ માટે ગાંઘીનગરમાં ત્રણ સ્થળ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં ધારાસભ્ય ક્વાર્ટર, સચિવાલય અને મંત્રીઓના નિવાસસ્થાન છે. આ ત્રણેય સ્થળેથી એકસાથે વોલ્વો બસ ઉપડશે. આમ કરવા પાછળ એવું કારણ દર્શાવવામાં આવી રહ્યું છેકે, રસ્તા પર ટ્રાફિકની સમસ્યા તથા સ્ટેડિયમમાં એસપીજીની સિક્યોરિટી ચેકિંગ દરમિયાન કોઇ તકલીફ ન પડે એ માટે બધાને એકસાથે જ બસ દ્વારા સ્ટેડિયમમાં લઇ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય સરકારે ધારસભ્યો અને મંત્રીઓને રવિવાર રાતથી જ ગાંધીનગર આવી જવા માટે કહેવામાં આવ્યું છે. ધારાસભ્યોને એમએલએ ક્વાર્ટર્સ તથા મંત્રીઓને મંત્રી નિવાસસ્થાને પહોંચી જવા આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here