ગાંધીનગર જિલ્લાના ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/મઘ્યસ્થ/પેટા ચૂંટણીનું મતદાન તા. ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ યોજાનાર છે. મતદાન કરવા સંસ્થાઓ- કચેરીઓ દ્વારા કર્મચારીઓ- કામદારોને ત્રણ કલાકની રજા આપવા અંગેનું જાહેરનામું બહાર પાડી હુકમ જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવ્યો છે.
ગાંધીનગર કલેકટરશ્રી ડો. કુલદીપ આર્ય (આઇ.એ.એસ.)એ એક જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે, ગ્રામિણ બેંકો, રાષ્ટ્રીય અને અને ખાનગી બેંકો, સહકારી બેંકો, અને રાજય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરી, રેલ્વે, ટેલીકોમ અને પોસ્ટ ઓફીસો જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજય સંસ્થાઓ, હોટલો, ઔધોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ , સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવા આપતી અન્ય સંસ્થાઓના/ કચેરીઓ રવિવારના દિવસે તેઓના કારોબાર ચાલુ રાખે છે.
આ સંજોગોમાં આવી કચેરીઓ/સંસ્થાઓના કર્મચારીઓ / કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે તા.૧૯ / ૧૨ /૨૦૨૧ ના રવિવારના દિવસે અધિકારી/કર્મચારીશ્રી/કામદારો તથા અન્ય મંજૂરી કામ કરતા મંજુરોને વારાફરતી ત્રણ કલાકની રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ/કચેરીઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે એટલે કે, તા. ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા સંબંધિત તમામ સંસ્થા/કચેરીના વડા/સંચાલકશ્રીઓનો જાહેરનામુ બહાર પાડી જિલ્લા કલેકટરશ્રીએ હુકમ કર્યો છે.
Home Gandhinagar મતદાન કરવા સંસ્થાઓ- કચેરીઓ દ્વારા કર્મચારીઓ- કામદારોને 3 કલાકની રજા આપવાનું જાહેરનામું