ગાંધીનગર જિલ્લાની અગ્રેસર સહકારી સંસ્થા ધી ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ
લિ. મધુર ડેરી દ્વારા જમીન ખરીદી, વાહનોના કોન્ટ્રાક્ટ,
મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક તમજ માટી પુરાણ જેવી બાબતોના
ગેરરીતિ સંદર્ભે રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય
તરફથી તપાસના આદેશ કરવામાં આવ્યા છે. અગાઉ તપાસ
અધિકારી તરીકે નિમાયેલ શ્રી જી. એસ. મિશ્રાએ અસમર્થતા દર્શાવતા તેમના સ્થાને સરકાર
તરફથી શ્રી દિલીપકુમાર ડી. ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે.સહકારી મંડળીઓ, ગુજરાત
રાજ્યના રજિસ્ટ્રાર શ્રી ડી. એ. શાહ દ્વારા કરાયેલ હુકમમાં જણાવાયું છે કે મધુર ડેરીના
નિયામક મંડળ દ્વારા પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી સંસ્થા- સભ્યોના હિતને બાધ આવે તેવું
કૃત્ય કરી રહેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાતા આ દિશામાં નિયુક્ત તપાસ અધિકારી દ્વારા ૬૦
દિવસમાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે મધુર ડેરી દ્વારા ગાંધીનગરમાં રીટેલ
કન્ટેનર મૂકી ગાંધીનગર દૂધ વાપરનારાઓની મંડળીના ૨૫૦ મહિલા દૂધ કેન્દ્ર સંચાલકો તથા
મંડળીના હિતને નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે ડેરી અને મંડળી વચ્ચે ગંભીર ગજગ્રાહ
સર્જાઈને લોકઆંદોલનની સ્થિતિ સર્જાવા પામી છે તેવા સંજાેગોમાં ડેરીની કામગીરીમાં ગેરરીતિની
તપાસના આ હુકમથી શહેર જિલ્લામાં ચર્ચાનો વિષય ઊભો થયો છે.