મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે મહિલાઓને લઈને વધુ એક મોટો નિર્ણય લીધો છે.હવે મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે 35% સરકારી નોકરીઓમાં અનામત રહેશે.શિવરાજની જાહેરાત બાદ સામાન્ય વહીવટ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય બાદ હવે મહિલાઓને સીધી ભરતીમાં 35 ટકા અનામત મળશે.આ માટે મધ્યપ્રદેશ સિવિલ સર્વિસીસ (મહિલાઓની નિમણૂક માટે વિશેષ જોગવાઈઓ) નિયમો 1997માં સુધારો કરવામાં આવ્યો છે. વન વિભાગ સિવાયના તમામ વિભાગોમાં 35% અનામતની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે.મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ સરકારનું વધુ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના આદેશ બાદ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.