મધ્યાહન ભોજનના કર્મચારીઓની દિલ્હી ખાતે આંદોલનની ચીમકી

0
2602

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને છેલ્લા 28 વર્ષથી પોષ્ટીક ભોજન આપવાનું કાર્ય કરતા મધ્યાહન ભોજનના કર્મચારીઓને લઘુત્તમ પગાર ધોરણનો લાભ આપવામાં નહી આવતો હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે. મધ્યાહન ભોજનના કર્મચારીઓને થતાં અન્યાયના વિરોધમાં કર્મચારી મહામંડળ આગામી તારીખ 23 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વર્તમાન સમયની કારમી મોંઘવારીમાં પણ હાલમાં સંચાલકોને માસિક રૂપિયા 1600, રસોયાને રૂપિયા 1400 અને મદદનીશને રૂપિયા 1000નું માનદ વેતનમાં પ્રાથમિક શાળા્ઓના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પોષ્ટીક ભોજનની સાથે સાથે બપોરે નાસ્તો આપવાની કામગીરી કરી રહ્યા છે. કારમી મોંઘવારીને ધ્યાનમાં રાખીને મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા સંચાલક, રસોઇયા અને મદદનીશનું વેતન લઘુત્તમ પગાર ધોરણ કરતા ઓછું આપવામાં આવતા કર્મચારીઓની આર્થિક હાલત કફોડી બની છે.

મધ્યાહન ભોજન યોજનામાં છેલ્લા 35 વર્ષથી ફરજ બજાવવા છતાં કર્મચારીઓને લઘુત્તમ પગાર ધોરણનો લાભથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળના પ્રમુખ ચંદનસિંહ વાઘેલાએ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here