ભારત માટે એક ગૌરવસભર ક્ષણ આવી છે. રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ જીતી લીધો છે. આ સ્પર્ધા રાજસ્થાનની રાજધાની જયપુરમાં યોજાઈ હતી. મનિકાએ 50 કરતાં વધુ સ્પર્ધકોને પાછળ છોડીને આ ખિતાબ જીત્યો અને હવે તે થાઈલેન્ડમાં યોજાનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.મનિકા વિશ્વકર્માની જીવનયાત્રા ખૂબ જ પ્રેરણાદાયી છે. મૂળ રાજસ્થાનના ગંગાનગર શહેરની રહેવાસી મનિકા હાલમાં દિલ્હીમાં મોડેલિંગ કરે છે. તેણીએ પોતાની પ્રાથમિક શિક્ષણ ગંગાનગરમાં પૂર્ણ કર્યા, બાદ આગળના અભ્યાસ અને કારકિર્દી માટે દિલ્હીમાં ભ્રમણ કર્યું. મનિકા અગાઉ મિસ યુનિવર્સ રાજસ્થાન 2024 તરીકે પસંદ થઈ ચૂકી છે, અને આ ખિતાબ તેના માટે મોટા સપના તરફનું દ્વાર સાબિત થયો હતો.જીત બાદ મનિકાએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે “મારી યાત્રા મારા નાનકડા શહેર ગંગાનગરથી શરૂ થઈ હતી. પછી દિલ્હી આવી અને સતત મહેનત કરી. દરેક વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને હિંમત હોવી જરૂરી છે. આજે જે હું છું તે માટે હું મારા પરિવાર, માર્ગદર્શકો અને સપોર્ટર્સનો આભારી છું. આ સ્પર્ધા ફક્ત એક પ્રતિસ્પર્ધા નથી, તે એક દુનિયા છે, જે વ્યક્તિના વ્યક્તિત્વ અને ચારિત્ર્યનું નિર્માણ કરે છે.”






