મર્જરના વિરોધમાં સરકારી બૅન્કોની ૨૬-૨૭ સપ્ટેમ્બરે હડતાળ…

0
1459

સરકારે કરેલાં ૧૦ બૅન્કોના વિલીનીકરણ સામે કર્મચારી સંગઠનો નારાજ થયા છે. તેઓએ ૨ દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. જેના કારણે અબજોના વ્યવહારો ઠપ થશે. આ સાથે જ ૨ દિવસની રજા પણ જોડાઈ જતી હોવાના કારણે સતત ૪ દિવસ સુધી બૅન્કો બંધ રહેશે અને લોકોને મુશ્કેલી પડી શકે છે.

સરકારે કરેલા ૧૦ બૅન્કોના વિલીનીકરણને લઈને હવે બૅન્કિંગ સેક્ટરના ટ્રેડ યુનિયન વિરોધ પ્રદર્શન કરશે. ૪ ટ્રેડ યુનિયન સંગઠનોએ ૨૫ સપ્ટેમ્બરની અડધી રાતથી ૨૭ સપ્ટેમ્બરની અડધી રાત સુધી હડતાળનું એલાન કર્યુ છે. બૅન્ક કર્મચારીઓની હડતાળના કારણે આ મહિને સતત ૪ દિવસ સુધી બૅન્કો બંધ રહેશે. ૪ દિવસ સુધી સતત બૅન્કો બંધ રહેવાના કારણે અબજોના વ્યવહારો ઠપ થશે.

૨૮ સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર અને ૨૯ સપ્ટેમ્બરે રવિવાર છે. આ પછી બૅન્ક કર્મચારીઓએ નવેમ્બરના બીજા અઠવાડિયાથી અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાની ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે બૅન્કિંગ સેક્ટરને બુસ્ટ આપવા માટે છેલ્લા કેટલાક દિવસોથી નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એકસાથે ૧૦ બૅન્કોના વિલીનીકરણનું એલાન કર્યું હતું. આ વિલય બાદ ૪ નવી બૅન્ક અસ્તિત્વમાં આવશે. એટલે કે ૬ બૅન્કો અન્ય બૅન્કમાં મર્જ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here